લોકનિકેતન-રતનપુર ટ્રસ્ટ સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન લોકનિકેતન મહાવિદ્યાલય, રતનપુર (બી.આર.એસ) માટે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા નીચે મુજબ બિન શૈક્ષણિક સ્ટાફ ભરવા એન.ઓ.સી. મળેલ છે. તેના અનુસંધાને સ્ટાફ ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
બિન-શૈક્ષણિક જગ્યાઓ :-
1. વિસ્તરણ અધિકારી ૧ (એક)
એમ.આર.એસ.૫૫ % ગુણ (બી.આર.એસ. વિસ્તરણ સાથે કરેલ હોવું જોઈએ) અથવા એમ.એસ.સી. (એગ્રી/એકસટેન્શન) ૫૫ % ગુણ અથવા એમ.એસ.ડબલ્યુ. ૫૫ % ગુણ
બિન અનામત
2. શ્રમ સંયોજક ૧ (એક)
બી.આર.એસ. અથવા બી.એસ.સી. (એગ્રી/હોર્ટીકલ્ચર)
બિન અનામત
3. ગ્રંથપાલ ૧ (એક)
બી.લીબ.
બિન અનામત
4. સ્ટોક મેન ૧ (એક)
બી.આર.એસ.-પશુપાલન વિષય સાથે અથવા સ્ટોકમેનના પ્રમાણપત્ર સાથે બી.આર.એસ.
બિન અનામત
5. ગૃહપતિ ૧ (એક)
સ્નાતક
બિન અનામત
6. સિનિયર કારકુન ૧ (એક)
માન્ય યુનિવર્સિટીના સ્નાતક
બિન અનામત
વધુ વિગતો તેમજ લેખિત પરીક્ષાની પધ્ધતિ, અભ્યાસક્રમ તથા ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચાર સંહિતા તેમજ અન્ય નિયમો, શરતો સંસ્થાની વેબસાઈટ brs.lokniketan.org પર જોઈને સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે.
જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૫ માં જરૂરી તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે રજી.એ.ડી./સ્પીડ પોસ્ટથી નીચેના સરનામે મળે તે રીતે અરજી કરવાની રહેશે. સરકારશ્રીની ગ્રામવિદ્યાપીઠો માટેની આચાર સંહિતા તથા એન.ઓ.સી.ની શરતો અને નિયમોનું નિમણુંક પામનાર કર્મચારીએ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે અને લેખિત સંમતિપત્રક આપવાનું રહેશે. લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી અને સમયપત્રક સંસ્થાની વેબસાઈટ brs.lokniketan.org પર મુકવામાં આવશે. આથી સંસ્થાની વેબસાઈટ સમયાંતરે જોતા રહેવું.
ઉમેદવારે અરજી સાથે ૫૦૦ રૂપિયા પ્રોસેસ ફી નો ડીડી આચાર્ય લોકનિકેતન મહાવિધાલય, રતનપુરના નામનો જોડવાનો રહેશે અને તે નોન રીફેન્ડબલ રહેશે. નિયત સમયમાં અને નિયત ફી વગરની અરજી રદ કરવામાં આવશે.
ખાસ નોંધ :- એક કરતાં વધુ જગ્યાઓ માટે લાયક ઉમેદવારે અરજી કરતાં વખતે અલગથી અરજી અને ફી ભરવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું :- સંચાલકશ્રી/આચાર્યશ્રી, લોકનિકેતન મહાવિધાલય, રતનપુર, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા, પીન-૩૮૫૦૦૧

