* ખાનગી બંધ ટ્યુબવેલ/કુવાઓને ભૂગર્ભ જળના રીચાર્જ માટે લોકભાગીદારીથી ઉપયોગમાં લેવા માટેની યોજના
1. રાજ્યમાં બંધ ટ્યુબવેલો / કૂવાઓ શક્ય હોય તેવા કિસ્સાઓમાં ભૂગર્ભ જળ રીચાર્જની કામગીરી માટે ઉપયોગ કરી શકાય તો આવા સ્ટ્રક્ચરોનો ઉપયોગ ભૂગર્ભજળ રીચાર્જ માટે ઓછા ખર્ચે થઈ શકે. આ કામગીરી લોકભાગીદારીથી વ્યાપક પણે હાથ ધરાય તો રીચાર્જની પ્રવૃત્તિને વધુ વેગ આપી શકાય અને મોટા પ્રમાણમાં જન જાગૃતિ લાવી અમલીકરણ કરવામાં આવે તો લાંબા ગાળે બંધ ટ્યુબવેલ / કૂવાઓ પુનઃ જીવીત થવાની પણ સંભાવના રહે અને ભુગર્ભજળ રીચાર્જ થવાને કારણે ભુગર્ભ જળ ઉંચા આવશે તેમજ ટ્યુબવેલો / કૂવાઓમાં પાણીના તળો પણ ઉંચા આવશે.
2. આ માટે રાજ્ય સરકાર દ્વારા લોકભાગીદારીથી ભુગર્ભ જળના રીચાર્જ માટે બંધ ટ્યુબવેલ / કુવાઓ રીચાર્જ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત હાલ પ્રથમ તબક્કે અમુક જીલ્લામાં અમુક તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. જેની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
3. કામગીરી ૯૦:૧૦ ના ધોરણે (એટલે કે ૯૦ ટકા ફાળો સરકારી ખર્ચ અને ૧૦ ટકા લાભાર્થીઓનો ફાળો) કરવામાં આવશે. નિયત અંદાજો મુજબ એક કામ માટે મહત્તમ રૂ.૧,૬૬,૦૦૦/-ના અંદાજની મર્યાદામાં સરકારશ્રી દ્વારા ઇજારદાર નક્કી કરી કામગીરી કરવામાં આવશે તે મુજબ ૧૦% લેખે રૂા.૧૬,૬૦૦/-રકમ જે. તે લાભાર્થી દ્વારા જમા કરાવવાની રહેશે. જ્યારે ૯૦% લેખે રૂા. ૧,૪૯,૪૦૦/-૨કમ સરકારશ્રી દ્વારા ચુકવવામાં આવશે
1. આ યોજનાનો લાભ લેવા માટે ખેડુત ખાતેદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકાદીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યાની મર્યાદા માટે ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને લાભાર્થી તરીકેનું આખરીકરણ કરવામાં આવશે. લાભાર્થી તરીકે અરજી મેળવ્યાથી ડ્રો સુધીની તમામ પ્રકીયા માત્ર ઓનલાઈન સ્વરૂપે જ કરવામાં આવશે અને અરજકર્તાને SMS થી ડો અંગેની જાણ પણ કરવામાં આવશે અને વેબસાઈટ ઉપર પણ તેઓ આ અંગેની માહિતી મેળવી શકશે. આ યોજના માટે ના સમયગાળા દરમ્યાન ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.
અરજી કરવાનો સમયગાળો: તા.૦૯/૦૨/૨૦૨૬ થી તા.૨૪/૦૨/૨૦૨૬
5. નિયત કરેલ કામગીરીના જથ્થા કરતાં ઓછા જથ્થામાં કામગીરી થયેલ હશે તો કામની ગુણવત્તા, કાર્યદક્ષતા અને ઓછા જથ્થા માટે સપ્રમાણ સરકારી ફાળો ચુકવવામાં આવશે જ્યારે સપ્રમાણ લોકફાળાની રકમ પરત કરવામાં આવશે. નિયત કરેલ કામગીરીના જથ્થા કરતાં વધુ જથ્થામાં કામગીરી થયેલ હશે તો કામની ગુણવત્તા, કાર્યદક્ષતા અને વધુ જથ્થા માટે નિયત થયેલ રકમ કરતાં વધારે થવા જતી તફાવતની રકમ લાભાર્થી દ્વારા જે તે એજન્સી સાથે પરસ્પર સમજુતિથી કરાવવાની રહેશે તેમજ આ અંગે કોઇ અલાયદ ચુકવણું કરવામાં આવશે નહી.
Helpline Numbers is available on website.
Important Links :
Homepage : https://borewell-recharge.gujarat.gov.in/borewell_recharge/index.php
(Other link - https://borewell-recharge.gujarat.gov.in )
Login : https://borewell-recharge.gujarat.gov.in/guest/user_login.php
Forgot Password link : https://borewell-recharge.gujarat.gov.in/guest/forgot_password.php
Search/Get Receipt No. : https://borewell-recharge.gujarat.gov.in/guest/check_application_status.php
Downloads :
1. Tharav/ SOP/ GR - https://borewell-recharge.gujarat.gov.in/documents/tharav.pdf
2. Bahedhari Patrak - https://borewell-recharge.gujarat.gov.in/documents/bahedhari_patrak.pdf
3. Checklist - https://borewell-recharge.gujarat.gov.in/documents/application_verification_and_disqualify.pdf
Employee login - https://sso.gujarat.gov.in/SSO.aspx?Rurl=https://borewell-recharge.gujarat.gov.in/login.php
