Camp on Adhyapak Sahayak Appointment 2012 at Sarkari Vinayan College, Gandhinagar

અધ્યાપક સહાયક નિમણૂક-2012 અંગે કેમ્પ
                    ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી દ્વારા ગુજરાતની ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો ખાતે વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા અને શિક્ષણની કોલેજોમાં  અધ્યાપક સહાયકની કેંદ્રીયકૃત ભરતી પ્રક્રિયા તા-14/02/2012 થી તા-24/02/2012 દરમ્યાન યોજવામાં આવેલ. આ પ્રક્રિયા બાદ અધ્યાપક સહાયક તરીકે હાજર થયેલ હોય કે વિકલ્પ ચાલુ હોય તેવા ઉમેદવારો ને છોડી અન્ય તમામ ઉમેદવારો કે જેમનું નામ મેરીટ યાદીમાં હતું તેવા ઉમેદવારોની  નિમણૂક અંગેનો  કેમ્પ તા-19/05/20012 ને શનિવારના  રોજ સરકારી વિનયન  કૉલેજ ,ગાંધીનગર મુકામે સવારે 10.00 કલાકે રાખેલ છે. ઉમેદવારોએ સવારે 10.00 કલાક થી બપોરે 12.00 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. ઉકત નિમણૂક માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે. આ કેમ્પ મેરીટ યાદી મુજબ મેરીટના ધોરણે થશે. ખાલી રહેલ જગ્યાઓની વિગત અને અન્ય સૂચના માટે સમિતિની વેબસાઇટ www.cheguj.com પરથી મળી શકશે. આથી હિત ધરાવતા ઉમેદવારોએ રૂબરૂ હાજર રહેવા આથી જણાવવામાં આવે છે
Official Ad. : http://www.cheguj.com/pdf/AdhyapakSahaykCamp1.pdf
અધ્યાપક સહાયક નિમણૂક-2012 અંગે કેમ્પ માટેની ખાલી બેઠકો 
Website : http://www.cheguj.com/
(For more detailes, visit above website)
Previous
Next Post »

Blog Archive