મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2021- https://mmuy.gujarat.gov.in/

Apply Online- Login- Official Website- Registration- Gujarat Mukhyamantri Mahila Utkarsh Yojana Online Application- Mukhyamantri Mahila Utkarsh Yojana 2020- Mukhyamantri Mahila Utkarsh Yojana Apply Online- Mukhyamantri Mahila Utkarsh Yojana Gujarat 2020- gujarat mukhyamantri mahila utkarsh yojana online application / registration form- Gujarat Utkarsh Yojana- Mukhyamantri Mahila Utkarsh Yojana PDF Download- mukhyamantri mahila utkarsh yojana online application / registration form - mmuy yojna -mahila utkarsh mandal ngo- How to Apply


મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિષે : 

આ યોજના નો અમલ ગ્રામીણ વિસ્તારમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (GLPC) દ્વારા અને શહેરી વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ મિશન (GULM) દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ૧ લાખ જોઈન્ટ લાયાબીલીટી અર્નિંગ અને સેવિંગ જૂથ (JLESG) ની રચના કરી ૧૦ લાખ મહિલાઓને આ ગૃપો મારફતે જોડી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપી આત્મનિર્ભર બનાવવાનો છે.

આ યોજનાની મુખ્ય વિશેષતાઓ :

(૧) આ યોજના અંતર્ગત પ્રત્યેક જૂથને નિયમિત હપ્તા ભરશે તો રૂ. ૧ લાખની ઉપરનું વ્યાજ સરકારશ્રી તરફથી ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.

(ર) યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૫૦,૦૦૦ તથા શહેરી વિસ્તારમાં ૫૦,૦૦૦ JLESG ને આવરી લેવામાં આવશે. જેમાં વ્યાજ ની રકમ મહિલા ગૃપના વતી સરકારશ્રી દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવવામાં આવનાર છે.

(૩) આ યોજનાનાં સફળ અમલીકરણ માટે રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપરેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ- MFI ને પણ સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવનાર છે. (*ફેરફારને આધીન બદલાવ આવી શકે છે)

આ યોજનાની સંપૂર્ણ માહિતી માટે ઠરાવ વાંચો.

( https://mmuy.gujarat.gov.in/assets/img/Tharav_Final.pdf)

આ યોજનાની ટૂંકમાં સંપૂર્ણ માહિતી :

યોજનાનો હેતુ

મહિલાઓને જોઈન્ટ લાયાબીલીટી અર્નિંગ અને સેવિંગ જૂથ (JLESG ) માં જોડવી.

સરકારી બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો અને ધિરાણ સંસ્થાઓ મારફત જુથોને રૂ. ૧.૦૦ લાખ ધિરાણ અપાવવુ.

ધિરાણના માધ્યમથી સ્વ રોજગારી અને આજીવિકા પૂરી પાડવી.

લક્ષિત લાભાર્થી

ધિરાણ મેળવવા ઇચ્છુક ૧૦ મહિલાઓ.

મહિલા ૧૮ થી ૫૯ વર્ષના હોવા જોઇએ.

વિધવા ત્યક્તા બહેનોને અગ્રતા.

હયાત જુથ કે જેની લોન બાકી ન હોય.

લક્ષ્યાંક : ૧ લાખ જુથ, ૧૦ લાખ મહિલાઓ અને ૫૦ લાખ કુટુંબના સભ્યો તે પૈકી ગ્રામ્ય વિસ્તાર ૫૦,૦૦૦ જુથ તથા શહેરી વિસ્તાર ૫૦,૦૦૦ જુથ.

કુલ બજેટ

રૂ. ૧૬૮.૦૦ કરોડ

મહિલા જુથોને નાણાકિય સપોર્ટ

મહિલા જૂથો: ૧ લાખ

મહિલા જૂથના સભ્યો: ૧૦ લાખ

સહાયનું ધોરણ: લાભાર્થી જુથ દીઠ રૂ. ૬૦૦૦/- સુધી વ્યાજ સહાય.

લોન રકમ: જુથ દીઠ રૂ. ૧ લાખ

વ્યાજ: ૧૨ % મુજબ, વાર્ષિક વધુમાં વધુ રૂ. ૬,૦૦૦/-

લોન પરત ચુકવણી: માસિક રૂ. ૧૦૦૦૦/- ના હપ્તા મુજબ વાર્ષિક રૂ. ૧,૨૦,૦૦૦/-

જે રકમ પૈકી રૂ. ૧,૦૦,૦૦૦ લોન વસૂલાત અને રૂ. ૨૦,૦૦૦ બચત તરીકે.

સ્ટેમ્પ ડ્યુટીમાં માફી : બેંક લોન માટે જરુરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી આપવામાં આવનાર છે.

ધિરાણ સંસ્થાઓ અને સપોર્ટ :

ધિરાણ સંસ્થાઓ

રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપરેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ-MFI

બેન્કો/ધિરાણ સંસ્થાને સપોર્ટ :

રૂ. ૬૦૦૦/- વ્યાજ સહાય

રૂ. ૧૦૦૦/- જુથ રચના પ્રોત્સાહન

રૂ. ૪૦૦૦/- રીકવરી મિકેનીજમ

રૂ. ૪૦૦૦/- સુધી NPA ફંડ (Escrow account)

જુથ રચના માટે પ્રોત્સાહક સહાય :

કોમ્યુનિટી રીસોર્સ પર્સન/ક્લસ્ટર કો.ઓર્ડીનેટર/ કર્મચારીઓને / બેંકને જુથ રચના માટે રૂ. ૩૦૦/-

ઉપરોક્ત જુથ રચના બાદ લોન મંજુર થયેથી તમામ નાણાકીય સપોર્ટ મળવા પાત્ર થશે.

અન્ય મહત્વની Links : 

Login - https://mmuy.gujarat.gov.in/web/

Commissionerate of Rural Development -  https://mmuy.gujarat.gov.in/about_rural.html

Gujarat Livelihood Promotion Company - https://mmuy.gujarat.gov.in/about_glpc.html

Gujarat Urban Livelihood Mission - https://mmuy.gujarat.gov.in/about_gulm.html


Previous
Next Post »

Blog Archive