Gujarat State Admission Schedule for Standard 11th Science, Source : divyabhaskar

Gujarat State ૧૧ સાયન્સની પ્રવેશ પ્રક્રિયા

ધો. ૧૧ની વિજ્ઞાનપ્રવાહની શાળાઓમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ શુક્રવારથી કરવામાં આવશે. પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક તૈયાર કરાયું છે જે મુજબ કુલ ત્રણ પ્રવેશયાદી તૈયાર કરાશે અને ૨૦ જૂન સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે. જો પ્રવેશમાં કોઇ ગેરરીતિ બહાર આવે તો તેની જવાબદારી શાળાના આચાર્યની રહેશે.

જિલ્લા શિ ાણાધિકારી દ્વારા શાળાઓને પ્રવેશ કાર્યવાહી માટે મોકલાવાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે પ્રવેશ કાર્યવાહી ૮ જૂનથી શરૂ કરી નક્કી કરેલા સમયપત્ર મૂજબ ૨૦ જૂન સુધી કરવાની રહેશે. પ્રવેશ કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી શાળાની કચેરીનો સમય ૧૧થી ૫ નો રાખવાનો રહેશે. રવિવારે જાહેર રજાના દિવસે પણ કામગારી ચાલુ રાખવી પડશે.

શાળાઓએ પોતાની શાળાના ઉત્તીર્ણ તમામ વિધાર્થીઓની સંયુકત યાદી બનાવવાની રહેશે. કોઇપણ સંજોગોમાં અનામત ક ાાના વિધાર્થીઓને મેરિટ યાદીમાંથી બાકાત રાખી શકાશે નહીં.

૩૦ જૂન સુધીમાં ત્રણ પ્રવેશયાદી બનાવી પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. દરેક શાળા પોતાની શાળાના ૪૦, અન્ય શાલાના ૧૦ વિધાર્થીઓને પ્રવેશ આપી શકશે. અનામત વર્ગના ૧૬ વિધાર્થીઓ કેન્દ્રીય પદ્ધતિથી પ્રવેશ લઇને આવશે.

જો કોઇ શાળામાં પોતાની શાળાના વિધાર્થી ઓછા હોય તો તે બેઠકો પર અન્ય શાળાના વિધાર્થીને પ્રવેશ આપી શકશે. પ્રવેશયાદીમાં કોઇ ગેરરીતિ જણાશે તો તેની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે એવું એક યાદીમાં જણાવાયું છે.

પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક

પ્રવેશફોર્મ આપવા અને સ્વીકારવા- ૧૧ જૂન સુધી

પ્રથમ પ્રવેશ યાદીની જાહેરાત-૧૪ જૂનના રોજ કરાશે

બીજી પ્રવેશ યાદીની જાહેરાત-૧૬ જૂનના રોજ કરાશે

ત્રીજી પ્રવેશ યાદીની જાહેરાત- ૧૮ જૂનના રોજ કરાશે

પ્રવેશકાર્યવાહીનો છેલ્લો દિવસ-૨૦ જૂનના રોજ કરાશે

 Tags : appkication form, last date of receipt of application, school list, merit list, first, second, third, reserved categary, total seats
Previous
Next Post »

Blog Archive