ભ્રષ્ટાચાર અને લાંચની બદી બાબતે સાક્ષર જનતામાં જાગૃતિ પ્રવર્તવા પામેલ છે. વધતી જતી આ બદીને અટકાવવા જેમાં ખાસ કરીને લાંચ આપનાર અને લેનાર બંને પક્ષે મેળાપીપણાથી થતા અને ભ્રષ્ટાચારમાંથી બનતી આવકના પ્રમાણમાં અસમાન સંપતિના કેસો શોધી અને અટકાવવા લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો એ એક સરકારી જાહેરહિતમાં કામ કરતી સક્ષમ સંસ્થા છે. ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાનની અસરકારકતા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો ખાતે ૮ કાયદા સલાહકારની સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યા ઉપર કરારના ધોરણે નિમણૂંક આપવાની છે.
જગ્યાઓ:૮
સંભવિત નિમણૂકનું સ્થળ
(૧) એ.સી.બી. મુખ્ય મથક, અમદાવાદ -૧ જગ્યા
(૨) મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમની કચેરી, અમદાવાદ - ૧ જગ્યા
(૩) મદદનીશ નિયામક, એ.સી.બી. મહેસાણા એકમની કચેરી, મહેસાણા - ૧ જગ્યા
(૪) મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમની કચેરી, વડોદરા - ૧ જગ્યા
(૫) મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમની કચેરી, સુરત - ૧ જગ્યા
(૬) મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમની કચેરી, રાજકોટ - ૧ જગ્યા
(૭) મદદનીશ નિયામક, એ.સી.બી. જૂનાગઢ એકમની કચેરી, જૂનાગઢ - ૧ જગ્યા
(૮) મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમની કચેરી, ગાંધીધામ - ૧ જગ્યા
- ઉમેદવારે ઈન્ટરવ્યુ માટે આ હેતુ માટે બનાવવામાં આવેલ કમિટી સમક્ષ આપવામાં આવે તે
તારીખ સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.
- ઈન્ટરવ્યુની હાજરી માટે ઉમેદવારને કોઈ ભાડા ભથ્થું ચૂકવવામાં આવશે નહી.
લઘુત્તમ શૈક્ષિણક લાયકાત:
- માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા સ્નાતકની પદવી તથા કાયદાના ગુના તેમજ લાંચના કેસોમાં ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો જગ્યાની અરજી માટે પાત્ર ગણાશે, નિમણૂંકના સમય દરમિયાન ઉમેદવારને પોતાની ખાનગી પ્રેકટીસ કરવાનો હક રહેશે નહી.
અપેક્ષિત ગુણવત્તા :
- કાયદા ક્ષેત્રેમાં અગ્રગણ્ય વકીલ સાથે કામગીરીનો અનુભવ
- અસીલ માટે લડવામાં આવેલ કેસમાં તરફેણમાં આવેલ ચુકાદા નિમણૂંક માટે ગુણવત્તા
ગણાશે.
- જે માટે ઓછામાં ઓછુ આવો એક ચુકાદો (નકલ સાથે)દર્શાવી તેની વિગત આપવાની રહેશે.
નિમણૂક પામતા ઉમેદવારે કરાર આધારિત નિમણૂંક હોઈ, નકકી કરાયેલ ધોરણનુસારનો કરાર કરવાનો રહેશે કરારની શરતો સરકારશ્રી તથા બ્યૂરો દ્વારા થતા નિયમો અને તેમાં થતાં વખતો-વખતના સુધારા નિમણૂક પામતા ઉમેદવારને બંધનકર્તા રહેશે. નિમણૂક પામતા ઉમેદવારને કરવાના થતાં કરાર અન્વયેની બોલીઓ તથા શરતો આ સાથે નિરીક્ષણ અર્થે મુકેલ છે.Last date of receipt of application is 15th June 2012.
કાયદાકીય સલાહકાર તરીકે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો ખાતે કરારના ધોરણે નિમણૂક માટેનું અરજી ફોર્મ : http://www.acb.gujarat.gov.in/acb/CMS.aspx?content_id=23119
ACB Gujarat Website : http://www.acb.gujarat.gov.in/acb/default.aspx
Tags : Anti curruption Bureau, gujarat state, Ahmedabad kayada salahkar, law, suggestion, lawyer jobs, graduates, lanch rushwat buero, last date is 15/06/2012, application form