Read this Newspaper, All Professional Computer Operators who are filling online Application Forms : Police Complaint against Computer Operator of Dhanpura Gram Panchayat(Di. Mahesana)

This news is published in 1. Divyabhaskar, Ahmedabad Page 4, Dt.16/01/2012. 2. Sandesh Newspaper, Ahmedabad Page 3, Dt. 16/01/2012( I think this type of case is the first in Gujarat)
પીએસઆઇની ભરતી માટે ઓનલાઇન ફોર્મ ન ભરાયું હોવા છતાં ખોટો રિસિપ્ટ નંબર આપીને યુવક સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ વિજાપુરની ધનપુરા ગ્રામ પંચાયતના કમ્પ્યૂટર ઓપરેટર સામે નોંધાઈ છે. યુવકના ઘરે જયારે કોલલેટર ના આવ્યો અને તેણે ભરતી બોર્ડની ઓફિસે જઈને હોબાળો મચાવ્યો ત્યારે તેનું રજિસ્ટ્રેશન જ ન થયાનું સામે આવ્યું હતું.

પીએસઆઇની ભરતી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ૧૭થી ૨૯ ડિસે. સુધી ચાલી હતી. દરમિયાન વિજાપુરના ધનપુરા ગામના ૩૪ યુવાનોએ ગ્રામ પંચાયતની કચેરીનાં કમ્પ્યૂટર ઓપરેટર અજિતસિંહ જગતસિંહ ઝાલા પાસે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અજિતે તમામને રિસિપ્ટ નંબર પણ આપ્યા હતા. જે પૈકી ૩૩ યુવાનોના કોલ લેટર આવ્યા હતા, પરંતુ વિપુલકુમાર દીપસિંહ રાઠોડનો કોલ લેટર આવ્યો ન હતો. આથી તેણે ભરતી બોર્ડના કંટ્રોલ રૂમમાં ફોન કર્યોત્યારે તેને માલૂમ પડયું હતું કે, તેનું રજિસ્ટ્રેશન થયું નથી અને તેને અપાયેલો રિસિપ્ટ નંબર પણ ખોટો હતો.

આ અંગે તેણે અજિતને પૂછયું ત્યારે તેણે કાું હતું કે, મેં ફોર્મ તો ભર્યું હતું પણ તે ડોકયુમેન્ટ્સ આપ્યા નહીં હોવાથી સબમિટ થઈ શકયું નથી.

આ અંગે વિપુલે ભરતી બોર્ડ કંટ્રોલને જાણ કરતાં ત્યાંના કમ્પ્યૂટર ઓપરેટર ભરતભાઈ બોરાણાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. 

Press Note : Divyabhaskar
Sandesh
Send your feedback to : mehulvrathava@gmail.com
Previous
Next Post »

Blog Archive